Makemyclues.com
at 8:20:00 pm
નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી આર્થિક સંકડામણનો સામનો કરી રહેલી ભારતીય રેલવેને ઉગારવા આજે રજૂ થનારાં રેલવે બજેટમાં કેન્દ્રીય રેલવેમંત્રી સુરેશ પ્રભુ પ્રવાસી અને નૂરપરિવહનભાડામાં વધારો કરશે કે કેમ તેના પર સમગ્ર દેશની નજર છે. આજે સુરેશ પ્રભુ મોદી સરકારનું બીજું રેલવે બજેટ રજૂ કરશે જેમાં સુરક્ષા અને સંરક્ષણ સહિત મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપતાં પગલાંની જાહેરાત કરાય તેવી સંભાવના છે. અગાઉ કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી મનોજ સિંહાએ ડીઝલની કિંમતોમાં ઘટાડો થયો હોવા છતાં પ્રવાસીભાડામાં ઘટાડાની સંભાવના નકારી કાઢી હતી. પોતાનાં પહેલા રેલવે બજેટમાં ટેક્નોક્રેટ સુરેશ પ્રભુ રેલવેને આર્થિક કટોકટીમાંથી બહાર લાવવા આકરાં પગલાં લે તેવી ધારણા છે. નૂરપરિવહનમાંથી થતી આવકમાંથી પ્રવાસીભાડામાં અપાતી સબસિડી રૂપિયા ૨૪,૦૦૦ કરોડને સ્પર્શી ગઇ છે. પ્રભુ આ સબસિડીમાં ઘટાડો કરવા અને નૂરપરિવહનની આવક વધારવા ભાડાં વધારવા જેવાં પગલાં લઇ શકે છે. LIVE Updates - નવી કોઇ જ ટ્રેનની જાહેરાત નહિં
- 17,000 ટોયલેટને બાયો ટોયલેટમાં ફેરવવામાં આવશે, વેક્યુમ ટોયલેટની ડિઝાઇન 6 મહિનામાં તૈયાર કરવામાં આવશે.
- રેલવેની ઓડિટ સિસ્ટમ શરૂ કરવામાં આવશે
- રેલવેને દરિયા કાઠાંથી જોડવા માટે 20,000 કરોડ રૂપિયાની ફાળવણી
- મુંબઇ- અમદાવાદ વચ્ચે હાઇ સ્પિડ ટ્રેનનું કામકાજ શરૂ
- 10 સ્ટેશન પર સેટેલાઇટ ટર્મિનલ લગાવવામાં આવશે
- લેવલ ક્રોસિંગને દૂર કરવા માટે 6,750 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે, રોડ-અંડરબ્રિજ અને રોડ-ઓવરબ્રિજ માટે 970 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે
- પાછલા વર્ષોની સરખામણીમાં રેલવેના વીજળીકરણમાં 1330% ટકાનો વધારો થયો
- દેશની 4 યુનિવર્સિટીમાં રેલવે રિસર્ચ સિસ્ટમ ચાલું થશે
- મોબાઈલ એપ અને એસએમએસ એલર્ટથી ટ્રેનોના આવાગમનની લેટેસ્ટ માહિતી આપવામાં આવશે
- અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલવેનો ફીઝીબિલિટી રિપોર્ટ એડવાન્સ સ્ટેજમાં, આ વર્ષના મધ્યાંતર સુધીમાં ફાઈનલ રિપોર્ટ મળી જવાની શક્યતા
- 3438 જેટલા લેવલ ક્રોસિંગ દૂર કરાશે, સુરક્ષા માટે ઈસરોની પણ મદદ લેવાશે... રેલવેના ખર્ચમાં 2600% ટકાનો વધારો થયો: પ્રભુ
- દૂર્ધટના રોકવા જૂન મહિના સુધીમાં કામકાજ શરૂ થશે
- ગાર્ડ વગરના ફાટક પર ચેતવણી મળશે
- 3438 માનવ રહિત ફાટક દૂર થશે
- રેલવેમાં પેપરલેસ ટિકિટિંગ અપનાવાશે, ટીટીઈને હેન્ડ હેલ્ડ ડિવાઈસ અપાશે
- દિલ્હી-મુંબઇ અને દિલ્હી-કોલકત્તા વચ્ચે હાઇ સ્પીડ રેલ પર ભાર મુકવામાં આવશે.
- મુંબઈ-અમદાવાદ રૂટ પર બુલેટ ટ્રેન માટે રિપોર્ટ આવતા વર્ષે
- રેલવે ટ્રેકની ક્ષમતામાં 14 ટકાનો એટલે કે 1,38,000 કિલોમીટરનો વધારો કરવામાં આવશે
- IRCTCની વેબસાઇટ અનેક ભાષામાં ઉપલ્બધ કરાશે
- પેસેન્જર ડબ્બામાં ડિસપોઝેબલ કચરાપેટી મુકવામાં આવશે
- હવેથી મિડલ બર્થ માત્ર સ્ત્રીઓ અને વૃદ્ધો માટે જ રિઝર્વ રહેશે.
- ટ્રેનની ઉપરની બર્થમાં ચઢવા માટે સુવિધાજનક સીડીઓની વ્યવસ્થા કરવામાં આવશે
- રેલવે સ્ટેશનોનું ખાનગીકરણ કરવામાં આવશે, સ્ટેશનોના રિડેવલપમેન્ટ માટે ઓપન બિડ
- 120 દિવસ પહેલાં ટિકિટ બુકિંગ કરાવી શકાશે
- મોટા શહેરોમાં ગીચ વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશનોનું ભારણ ઘટાડવા સેટેલાઈટ ટર્મિનલ વિકસાવવામાં આવશે
- મુસાફરીનો સમય 20 ટકા સુધી બચાવતી બૂલેટ ટ્રેન જેવી ટ્રેનો શરૂ કરવામાં આવશે
- અનરિઝર્વ્ડ કોચમાં ટ્રાવેલ કરતાં લોકો પાંચ જ મિનિટમાં ટિકિટ મેળવી શકે તે માટે ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન મૂકાશે
- પેસેન્જર ટ્રેનોની ક્ષમતા વધારવા બર્થ અને કોચની સંખ્યા વધારાશે, ચોક્કસ ટ્રેનોમાં સામાન્ય કોચની સંખ્યા વધશે
- IRCTC દ્વારા પિક-એન્ડ ડ્રોપ સુવિધા પણ બૂક કરાવી શકાશે
- સ્ટેશન પર વોટર વેન્ડિંગ મશિન મુકવામાં આવશે
- દરેક સ્ટેશન વાઇફાઇ બનાવવામાં આવશે
- મુંબઇમાં લોકલ AC ટ્રેન ચાલશે
- વૃદ્ધો અને હેન્ડિકેપ માટે વિલ ચેરનું ઓન લાઇન બૂકિંગ કરવામાં આવશે
- 108 જેટલી ટ્રેનમાં ઇ-કેટરિંગ શરૂ કરવામાં આવશે
- મહિલાઓની સુરક્ષા માટે મહિલા કોચમાં CCTV કેમેરા ગોઠવવામાં આવશે
- મોબાઇલ ચાર્જિંગ ફેસેલિટી પૂરી પાડવામાં આવશે
- મુસાફરોની સુરક્ષા માટે 182 નંબર પર કોલ કરી મદદ મેળવી શકશે. 138 નંબર પર ગમે તે સમયે ફોન કરી રેલવેની ગમે તે સમસ્યાનું સમાધાન મેળવી શકાશે
- 6 મહિનામાં રેલવે સીટની ડિઝાઈન બદલાશે
- રેલવે IRCTCની વેબસાઇટ પરથી ભોજન ઓન લાઇન ઓર્ડર કરી શકાશે
- રેલવેનાં મુસાફર માટે નૂર-ભાડા નહિં વધે
- રેલવેને મેક ઈન ઈન્ડિયાનો ભાગ બનાવવામાં આવશે
- રોકાણ વધાવાથી ગરીબોને રોજગારી મળશે
- આગામી 5 વર્ષમાં રેલવેમાં 8.5 લાખ કરોડનું રોકાણ થશે
- રેલવેની લંબાઈ વધારાશે
- મુસાફરોની સમસ્યા દૂર કરાશે
- રેલવે માટે 4 નવા લક્ષ્ય નક્કી કરવામાં આવ્યાં છે
- રેલવેની સ્વચ્છતા અને સુગમતા પર ધ્યાન આપીશું
- રેલનાં સુધારામાટે દેશભરમાંથી 20,000 ભલામણો આવી
- રેલવેની કાયાપલટ કરવી શક્ય છે.
- રેલવે દેશનું એન્જિન છે
- રેલવે પ્રધાન સુરેશ પ્રભુનો વાયદો આવનારા પાંચ વર્ષમાં રેલવેની ગતિ વધશે
- હાલમાં રેલવેનો વિકાસ ધીમો
- રેલવેનો વિકાસ વડાપ્રધાનની પ્રાથમિકતા
- રેલવે બજેટનું શ્વેત પત્ર થયું રજુ
- રેલવે ભાડું વધવાની સંભાવના નહિં
|
Watch Video :  |
|
Advertisement