Thursday, 19 February 2015

B'day : પૂર્વ મંત્રીનો પૌત્ર 22 કિસીંગ સીન આપી પડ્યો'તો અદિતીના પ્રેમમાં

Makemyclues.com   at  4:17:00 pm




(તસવીર:યે સાલી જિંદગીમાં અદિતી રાવ હૈદરી અને અરૂણોદય સિંહ)


મુંબઈ:રાજનેતાનો પૌત્ર, હેન્ડસમ હંક, સની લિયોન સાથે રોમાન્સ અને એક ફિલ્મમાં સૌથી વધુ ચુંબન કરવાનો વિક્રમ.જી હાં અમે વાત કરી રહ્યાં છીએ અરૂણોદયસિંહની.આજે પૂર્વ કેન્દ્રીય માનવસંસાધન પ્રધાન અર્જુનસિંહના પૌત્ર અને બોલિવૂડ સ્ટાર અરૂણોદયસિંહનો જન્મ દિવસ છે.અરૂણોદયનો જન્મ 16 ફેબ્રુઆરી 1983ના રોજ મધ્યપ્રદેશના રેવામાં રાજપૂત પરિવારમાં થયો હતો.


અરૂણોદયે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઓડિશન્સ આપવાની શરૂઆત કરી અને વર્ષ 2009માં 'સિકંદર'થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.ત્યાર બાદ તેમણે 'આયેશા', 'મિર્ચ','યે સાલી જિંદગી'  અને 'જીસ્મ 2' જેવી ફિલ્મ્સમાં કામ કર્યું.તેમાં પણ 'યે સાલી જિંદગી'માં 22 કિસીંગ સીન આપી વિક્રમ કર્યો હતો.


અરૂણોદયસિંહનો ઉછેર રાજકીય પરિવારમાં થયો હોવા છતાં તેમણે દાદાના માર્ગે જવાને બદલે કળાનો માર્ગ અપનાવ્યો અને ફિલ્મ જગતમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી.એક સમયે અરૂણોદય ફિલ્મની સાથે સાથે તેના પ્રેમ સંબંધોને લઈને પણ ચર્ચામાં આવ્યો હતો. અરૂણોદયસિંહનું નામ અભિનેત્રી અદિતી રાવ હૈદરી સાથે જોડાયું હતું.આ સમયે અદિતી રાવ પરણિત હતી અને ત્યાર બાદ છુટાછેડા લીધા હોવાની પણ ચર્ચાઓ થઈ હતી.


બે રાજકીય પરિવારના સંતાનો અને ફિલ્મ સ્ટાર્સ એવા અરૂણોદય અને અદિતી વચ્ચેના સંબંધો અંગે જાણવા આ તસવીરો બદલો



more visit now :--


http://bollywood.divyabhaskar.co.in/news-hf/ENT-happy-birthdayarunoday-singh-and-their-love-affair-with-aditi-rao-hydari-4906201-PHO.html?seq=1


Blogger templates. Proudly Powered by Blogger.